ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી તે એવું લાગે છે કે – ચાલતી વખતે પ્રાર્થના કરવી. આપણી આંખો બંધ કરવાને બદલે કે માથું નમાવવાને બદલે આપણે આપણી આસપાસની જરૂરિયાતોને જોવા આપણી આંખોને ખુલ્લી રાખીએ અને આપણા હ્રદયોને નમ્રતાથી પ્રભુની આગળ નમાવીને મનમાં પ્રભુને પ્રાર્થના કરીએ. 

તમે બે કે ત્રણ વ્યક્તિના નાના જૂથમાં ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરી શકો છો અથવા એકલા પણ એમ કરી શકો છો. જ્યારે તમે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરો ત્યારે તકો માટે જાગૃત રહો અને માર્ગમાં મળતી વ્યક્તિઓ કે જૂથો માટે ઈશ્વરનો આત્મા તમને જે દોરવણી આપે તે મુજબ પ્રાર્થના કરો. 

ઈશ્વરનું વચન કહે છે કે આપણે “સઘળા લોકોને સારુ,રાજાઓને સારુ અને અધિકારીઓને સારુ પ્રાર્થના, વિનંતી અને મધ્યસ્થી કરવી જોઇએ – જેથી આપણે શાંતિ, પવિત્રતા અને ભક્તિભાવમાં જીવન ગુજારીએ. તે આપણા તારનાર અને પ્રભુની નજરમાં સારું છે, કેમ કે સઘળાં માણસો તારણ પામે અને સઘળાંને સત્યનું સંપૂર્ણ જ્ઞાન થાય એવી તેની ઇચ્છા છે.”

ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી એ તો બીજા લોકો માટે પ્રાર્થના કરવાની ઈશ્વરની આજ્ઞાને પાળવાની સરળ રીત છે. અને એ તો એવું લાગે છે કે – ચાલતી વખતે પ્રભુને પ્રાર્થના કરવી.

સાંભળો અને સાથે-સાથે વાંચો

મેળવો મફત માર્ગદર્શિકા

તમારી પ્રાર્થનામાં માર્ગદર્શન આપતા ચાર શ્રોત:

         અવલોકન 

તમે શું જુઓ છો? જો તમે વાડામાં કોઇ બાળકનું રમકડું જુઓ છો તો તમને પડોશમાં રહેતા બાળકો, તેમના કુટુંબો કે તેમની શાળાઓ માટે પ્રાર્થના કરવાની દોરવણી મળી શકે છે.

          

         સંશોધન 

તમે શું જાણો છો? જો તમે પડોશમાંના વિસ્તાર વિશે વાંચ્યું છે, તો કદાચ તમે ત્યાં રહેતા લોકો વિશે જાણશો, અથવા જો તે વિસ્તારમાં ગુનાખોરી કે અન્યાય છે તો પણ તેના વિશે જાણશો. તે બાબતો માટે પ્રાર્થના કરો અને તેને માટે પ્રભુને કાર્ય કરવાનું કહો.

          

         પ્રકટીકરણ 

પવિત્ર આત્મા તમારા હ્રદયમાં કોઇ ચોક્કસ જરૂરિયાત કે પ્રાર્થના કરવાની પ્રેરણા કે વિચાર મૂકશે. તે સાંભળો અને પ્રાર્થના કરો!

          

         વચન 

કદાચ તમે ચાલવા જવા તૈયાર થાઓ અથવા ચાલતા હોય ત્યારે કદાચ તમે પ્રભુનું વચન વાંચ્યું હશે, અથવા પવિત્ર આત્મા તમારા મનમાં કોઇ વચન લાવશે. તે શાસ્ત્રભાગ મુજબ પ્રભુ તે વિસ્તારના લોકો પર અસર ઉપજાવે તે માટે પ્રાર્થના કરો.

પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રિત કરવાના પાંચ ક્ષેત્રો :

         સરકાર 

         કોર્ટ, સરકારી કચેરીઓ, કાયદાને લગતી કચેરીઓ વગેરેને જુઓ અને પ્રાર્થના કરો. સલામતી, ન્યાય અને આગેવાનોને ઈશ્વર જ્ઞાન આપે તે વિષયો માટે પ્રાર્થના કરો.

          

         વેપાર- ધંધા 

         વાણિજ્ય કેન્દ્રો કે વેપાર ધંધાના વિસ્તારો માટે પ્રાર્થના કરો. યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે અને શ્રોતોનો સારી રીતે કારભાર કરવામાં આવે તેના માટે પ્રાર્થના કરો. આર્થિક ન્યાય અને તકોને માટે તથા નફા કરતાં લોકોને આગળ રાખનાર ઉદાર રોકાણકારો માટે પ્રાર્થના કરો.

          

         શિક્ષણ 

શાળાઓ,વ્યવસ્થાને લગતી ઇમારતો, રોજગાર તાલીમ કેન્દ્રો,કૉલેજો અને યુનિવર્સિટીઓ જેવાં શૈક્ષણિક કેન્દ્રોને માટે પ્રાર્થના કરો. જેઓ વિદ્યાર્થીઓના મનોનું રક્ષણ કરે એવું ઈશ્વરી સત્ય શીખવે એવા ન્યાયી શિક્ષકો પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરો. પ્રભુ જાતે જૂઠાને કે મુંઝવણને વધારનારા દરેક પ્રયત્નોમાં હસ્તક્ષેપ કરીને તેને રોકે તે માટે પ્રાર્થના કરો. આ ક્ષેત્રોમાંથી સેવા કરવાની ઇચ્છા રાખનાર અને આગેવાની આપનાર જ્ઞાની નાગરીકોને તૈયાર કરીને મોકલવામાં આવે તે માટે પ્રાર્થના કરો.

          

         સંચાર- માધ્યમો

રેડિયો સ્ટેશનો, ટી.વી સ્ટેશનો અને સમાચાર પત્રોને લગતા પ્રકાશનો માટે પ્રાર્થના કરો. આ માધ્યમો દ્વારા ઈશ્વરની વાત અને તેમના અનુયાયીઓની સાક્ષીઓ શહેરમાં અને આખા વિશ્વમાં ફેલાય તે માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુના સંદેશવાહકો દ્વારા સેંકડો લોકોને પ્રભુનો સંદેશ પહોંચાડવામાં આવે અને સર્વ સ્થળે પ્રભુના લોકો પ્રભુના કાર્યને જુએ.

         આત્મિકતા

દેવળની ઇમારતો,મસ્જીદો અને મંદિરો જેવા આત્મિક કેન્દ્રોને જુઓ અને પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે આત્મિકતાના શોધકો ઈસુમાં શાંતિ અને આરામ પ્રાપ્ત કરે અને કોઇ ખોટા ધર્મો દ્વારા વિચલિત ન થાય કે મુંઝવણમાં ન આવી પડે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  •  તમારા દૈનિક જીવનમાં એવા કયા સ્થળો છે જ્યાં તમે સ્વાભાવિક રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરી શકો?
  • એવા કયા નજીકના સ્થળો છે કે, જે “અંધકારથી ભરેલાં” છે અને ત્યાં તમે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરી શકો છો અને તમારી પ્રાર્થનાથી લાભ થશે?
Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (Jordanian)
العربية التونسية Arabic (Tunisian)
Armenian Armenian
Sign Language American Sign Language
বাংলা Bengali (India)
भोजपुरी Bhojpuri
Bosanski Bosnian
中文(繁體,香港) Cantonese (Traditional)
中文(简体) Chinese (Simplified)
中文(繁體) Chinese (Traditional)
Hrvatski Croatian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिन्दी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
മലയാളം Malayalam
मराठी Marathi
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
فارسی Persian/Farsi
Polski Polish
Português Portuguese
ਪੰਜਾਬੀ Punjabi
Русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Soomaali Somali
Español Spanish
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اردو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba