ઝુમની ગોપનીયતાની પોલિસી
“વ્યક્તિગત ઓળખાણની માહિતી”નો ઓનલાઇન કેવી રીતે ઉપયોગ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગોપનીયતાની પોલિસી બનાવવામાં આવી છે. “વ્યક્તિગત ઓળખાણની માહિતી” તો યુ.એસ.ના ગોપનીયતાના નિયમ અને ઇન્ફોર્મેશન સીક્યુરીટી મુજબ એવી માહિતી છે જેનો તેની રીતે ઉપયોગ થઇ શકે છે અથવા તો ઓળખાણ, સંપર્ક અથવા કોઇ વ્યક્તિના સ્થાનને શોધવા માટે થઇ શકે છે. અમે કેવી રીતે માહિતી એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ અથવા તો તમારી વ્યક્તિગત ઓળખાણની માહિતીનો ઉપયોગ કરીએ છીએ તે વિશે અમારી ગોપનીયતાની પોલિસી વાંચો.
સોશિયલ લોગ ઇન કરવા કઇ અનુમતિ માગવામાં આવે છે?
- જાહેર રૂપરેખા, તેમાં વ્યક્તિના આઇ.ડી., નામ, ફોટો, જાતિ અને વિસ્તારનો સમાવેશ ચોક્કસપણે થાય છે.
- ઇ-મેઇલ એડ્રેસ
અમારી વેબસાઇટ દ્વારા અમે કઇ વ્યક્તિગત માહિતી એકત્ર કરીએ છીએ?
- મૂળભૂત સોશિયલ રૂપરેખા (જા ઉપયોગમાં લીધેલ હોય તો) અને ઇ-મેઇલની માહિતી.
- સેશન અને અભ્યાસક્રમની પ્રવૃત્તિ
- કયા દેશોમાં અમારી તાલીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના સ્થળ વિશેની સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનું યંત્ર.
ક્યારે અમે માહિતી એકત્ર કરીએ છીએ?
- અમે લોગ ઇન વખતે તમારી માહિતી પ્રાપ્ત કરીએ છીએ.
- અમે તાલીમ અભ્યાસક્રમ દ્વારા તમારી પ્રગતિ પણ જોઇએ છીએ.
અમે કેવી રીતે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ?
- અમે તમારા ઇ-મેઇલ એડ્રેસ દ્વારા ઝુમ સિસ્ટમમાં તમારું ખાતું બનાવતી વખતે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
- અમે તમને પાસવર્ડ ફરીથી સેટ કરવાની અને બીજી પદ્ધતિઓની જાણ કરવા માટે મૂળભૂત વ્યવહારિક ઇ-મેઇલ કરીશું.
- તાલીમ દરમ્યાન તમારી પ્રગતિ માટે ઉત્તેજન આપવા અને કેટલીક બાબતો યાદ કરાવવા માટે સમયાનુસાર ઇ-મેઇલ કરીશું.
અમે તમારી માહિતીનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ?
અમે તમારી ગંભીર અને ગુપ્ત ઓનલાઇન માહિતીનું રક્ષણ કરવા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરીએ છીએ, અમે તમારી ઓફલાઇન માહિતીનું પણ રક્ષણ કરીએ છીએ. કોઇ ખાસ કાર્ય કરવા (ઉદાહરણ તરીકે વેબ વ્યવસ્થાપક અથવા ગ્રાહક સેવા) માટે જા તમારી માહિતીની જરૂર હોય ત્યારે ફક્ત અમારા જૂથનાં સભ્યોને જ વ્યક્તિગત ઓળખાણની માહિતી આપવામાં આવે છે.
તમારી વ્યક્તિગત માહિતી સલામત માળખામાં રાખવામાં આવે છે અને જેમની પાસે અમારી સીસ્ટમના ખાસ અધિકારો હોય એવા મર્યાદિત વ્યક્તિઓ જ તેને જાઇ શકે છે અને તમારી માહિતીને ગોપનીય રાખવામાં આવે છે. તેની સાથે-સાથે, તમે જે ગંભીર માહિતી આપો છો તેને સીક્યોર સોકેટ લેયર (SSL) ટેકનોલોજી દ્વારા એન્ક્રિપ્ટેડ રાખવામાં આવે છે.
જ્યારે કોઇ વપરાશકાર તેમની માહિતી આપે છે ત્યારે તેનું રક્ષણ કરવા માટે અમે સલામતીના વિવિધ સાધનોનો અમલ કરીએ છીએ.
શું અમે “cookies” નો ઉપયોગ કરીએ છીએ?
જ્યાં સુધી જણાવવામાં ન આવે ત્યાં સુધી આ એપ્લીકેશન દ્વારા cookies કે બીજા પગેરું લેવાના બીજા કોઇ સાધનોનો ઉપયોગ ફક્ત તેના વપરાશકારની ઓળખાણ પ્રાપ્ત કરવા અને તેમની અગ્રિમતાઓને યાદ રાખવા અને વપરાશકારને જરૂરી સેવા પૂરી પાડવાના હેતુ માટે કરવામાં આવે છે.
વ્યક્તિગત ડેટા એકત્ર કર્યો: નામ, ઇ-મેઇલ
માહિતી પ્રાપ્ત કરવી અને તેના પર તમારું નિયંત્રણ
ગમે તે સમયે તમે ભવિષ્યના કોઇપણ સંપર્કને દૂર કરી શકો છો. અમારા ઇ-મેઇલ એડ્રેસ પર અમારો સંપર્ક કરીને નીચે જણાવેલ કાર્ય ગમે તે સમયે કરી શકો છોઃ
અમારી પાસે તમારી પ્રવૃત્તિની જે માહિતી છે તેના કયા ડેટાનો અમે એકીકૃત કર્યો છે તે જુઓ.
- તમારા વિશેનો જે ડેટા અમારી પાસે છે તેમાં ફેરફાર / સુધારો કરો.
- તમારા વિશેનો કોઇપણ ડેટા અમારી પાસેથી ડીલીટ કરાવો.
- તમારા ડેટાના અમારા ઉપયોગ વિશેની તમારી ચિંતા અમને જણાવો.
અપડેટસ
સમયાનુસાર અમારી ગોપનીયતાની પોલિસી બદલાઇ શકે છે અને તેને લગતા સઘળા અપડેટ (ફેરફારો) આ પાના પર પોસ્ટ કરવામાં આવશે.
ઝુમ પ્રોજેક્ટના ધ્યેય:
ગ્રીક ભાષામાં ઝુમ શબ્દનો અર્થ છે ખમીર. માથ્થી ૧૩ઃ૩૩માં ઈસુએ કહ્યું છે કે, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્રીએ લઇને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઇ ગયો.” આ વાત આપણને શીખવે છે કે કેવી રીતે સામાન્ય લોકો, સામાન્ય શ્રોતોનો ઉપયોગ કરીને દેવના રાજ્યને માટે અસામાન્ય અસર ઉપજાવી શકે છે. ઝુમનું લક્ષ્ય તો સામાન્ય વિશ્વાસીઓને સુસજ્જ તથા બળવાન કરીને આપણી પેઢીમાં વૃદ્ધિ કરનારા શિષ્યોથી વિશ્વને ભરવાનું છે.
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.